આગોતરા જામીન મંજુર કરતી વખતે અરજદારની ઉંમર,જાતિ અને તેના આશ્રિતો જેવા પાસાઓ ધ્યાને લેવા

06 Feb 2019

૧. તા.રર જાન્યુઆરી, ર૦૧૯ ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે હુકમ ફરમાવ્વામાં આવ્યો તેની વિગત નીચે મુજબ છે.


- સુરત ખાતે એક મહિલા ડોકટર સામે ઈ.પી.કો.કલમ ૪૧૯,૪ર૦,૪ર૩, ૪૬પ,૪૬૭,૪૬૮,૪૭૦,૪૭૧,૪૭૪,૪૭૭-એ અને ૧ર૦-બી ના અપરાધો હેઠળ એફ.આઈ.આર. નોંધવામાં આવી હતી.


- એફ.આઈ.આર. અનુસંધાનેે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૪૩૮ હેઠળ આગોતરા જામીન મેળવ્વા સારૃ અરજી કરવામાં આવી હતી.


- જે અરજી મંજુર કરતી વખતે કોર્ટે નીચે મુજબના સંજોગોને ધ્યાને લેવામાં આવ્યા હતાઃ


અ- અરજદાર એક મહિલા છે.


બ- અરજદારનો વ્યવસાય ડોકટરનો છે.


ક- અરજદારને ર-(બે) સગીર બાળકો છે જે સંપુર્ણ રીતે અરજદાર પર નિર્ભર છે


ગ- અરજદાર દ્વારા હર કોઈ સંજોગે ઈન્વેસ્ટીગેટીંગ એજન્સીને પુરૃ સમર્થન આપવામાં આવ્યુ છે. વધુમાં, અરજદારનું સ્ટેટમેન્ટ રેકોર્ડ થઈ ગયુ હોવાથી તેમની પાસેથી વધુ કોઈ માહિતી મેળવવાની રહેતી નથી. આથી અરજદારની કસ્ટોડીયલ પુછપરછની કોઈ જરૃર જણાતી નથી. નામદાર સુપ્રિમકોર્ટના ગુરૃબકસ સિંઘ તેમજ સિધ્ધરામ મેત્રેના ચુકાદાઓ ધ્યાને લીધેલ છે.


ર. આ સાથે જે કંઈ કાયદાકિય લાગુ પડતી વ્યાજબી શરતો અને ઈન્વેસ્ટીગેટીગ એજન્સીને જયારે જરૃર લાગે ત્યારે જે તે મેજિસ્ટ્રેટ પાસે રીમાન્ડ અરજી કરવાનો હકક અબાધિત રાખી, અરજદાર દ્વારા કરવામાં આવેલ આગોતરા જામીન અરજી મંજુર રાખેલ છે.


ફો.પ.અ.નં.૧૦૮૪૮/૧૮


Recent Blogs